- Home
- Standard 12
- Physics
હાઈગેન્સ નો સિદ્ધાંત અને સિદ્ધાંતની મર્યાદા લખો.
Solution
હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર તરંગઅગ્ર પરના બધા કણો સ્વયં અને સ્વતંત્ર એવાં ગૌણ ઉદગમો તરીકે વર્તે છે અને તેમાંથી નાના નાના ગૌણ તરંગઅગ્રો ઉત્સર્જિત કરે છે.
આવા ગૌણ નાના તરંગોનો આગળની દિશાનો કંપવિસ્તાર મહત્તમ જ્યારે પાછળની દિશામાં કંપવિસ્તાર શૂન્ય હોય છે.
આવી અનૌપચારિક ધારણ પરથી હાઈગેન્સ, પાછળની દિશામાં તરંગો કેમ પ્રસરતા નથી તે સમજવી શક્યો. જે કે, આવી અનૌપચારિક ધારણા એ સંતોષકારક નથી.
આ મર્યાદાની સમજૂતી $Voigt$ અને કિર્ચોફ નામના વૈજ્ઞાનિકોએ આપી અને જણાવ્યું કे ગૌણ તરંગોની તીવ્રતા $1+\cos ^{2}\left(\frac{\theta}{2}\right)$ પદના સમપ્રમાણમાં છે જ્યાં $\theta$ એ તરંગઅસ્રે પ્રસરણા દિશા સાથે બનાવેલ કોણ છે.
તરંગની પ્રસરણની દિશામાં $\theta=0^{\circ}$ થાય તેથી પ્રકાશની તીવ્રતા $\cos ^{2} \frac{\theta}{2}=1+\cos 0^{\circ}=2$ થાય જે મહત્તમ છે. જ્યારે પાછળની દિશામાં પ્રકાશની તીવ્રતા શૂન્ય છે તેથી પાછળની દિશામાં તરંગ પ્રસરતું નથી.